ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસની અસરમાં ઘટાડો નાોંધાયો છે, ત્યારે કોરોના વેકસિન મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનું નિવદેન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોના વેકસિન આવી જશે, હાલ તો કોરોના નિયમોનું પાલન કરવું તે એક માત્ર વિકલ્પ છે.
સીએમ રૂપાણીએ રાજ્યના વડોદરા શહેરમાં સંસ્કાર ધામના ખાતમુર્હુત કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. અમદાવાદ બાદ વડોદરામાં પણ સરદારધામ બનશે. વડોદરામાં 100 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ થશે.
આ ઉપરાંત વડોદરા પાસેના અણખોલ ગામે પાટીદાર સમાજનું વિશાળ સંકુલ પાંચ લાખ ચોરસ મીટર જગ્યામાં બનશે. જેમાં હોસ્ટેલ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ, ગેસ્ટ હાઉસ બનશે. આ સાથે કોરોના મહામારીને લઇને લોકોએ નવરાત્રીમાં ગરબા નહીં કરવાના નિર્ણયને મુખ્યમંત્રીએ આવકારી જણાવ્યું હતું કે, આવતા વર્ષે વધુ ધામધૂમથી ગરબા રમશું.