//

CM રૂપાણીએ નવા વર્ષે પંચદેવના કર્યા દર્શન, રાજ્યની જનતાને પાઠવી શુભેચ્છા

ગુજરાતીઓનું આજથી નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પરંપરા મુજબ આ વર્ષે પણ ગાંધીનગરમાં આવેલા પંચદેવ મહાદેવના મંદિરમાં દર્શન કર્યાં હતાં.

આ તકે મુખ્ય પ્રધાને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી.

તહેવારોના દિવસો દરમિયાન કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાંનો ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની સ્થિતિને જોતા તમામની રજાઓ રદ્દ કરવામાં આવી છે. CM રૂપાણીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરોનાને હરાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.