//////

ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત, CM રૂપાણીએ કર્યા મા અંબાના દર્શન

જૂનાગઢ જિલ્લામાં બનેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીથી સવારે ઇ-લોકાર્પણ દ્વારા ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, ત્યારે જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ હાજરી આપી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન રોપ-વે માં બેસીને ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના દર્શન કરવા ગયા હતાં.

વડાપ્રધાન મોદીએ દિલ્હીથી ઇ-લોકાર્પણ દ્વારા એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મુખ્યપ્રધાન રૂપાણીએ હાજરી આપીને ગિરનાર રોપ-વેને વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે મુખ્યપ્રધાન સાથે મંત્રી પરિષદના સભ્યો જવાહર ચાવડા અને સૌરભ પટેલ સહિત જૂનાગઢ ગિરનાર મંડળના સાધુ-સંતો અને અગ્રણી લોકોએ આ શુભ પ્રસંગે હાજરી આપીને ગિરનાર રોપ-વેને વધાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published.