///

ભોપાલમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવોથી નારાજ CM શિવરાજ ચૌહાણે કડક વલણ અપનાવ્યું

ભારત દેશ ઈસ્લામિક આતંકવાદના વિરોધમાં અવાજ ઉઠાવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સમર્થનમાં છે, ત્ત્યારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કેટલાક લોકોએ દેશની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ભોપાલના ઈકબાલ મેદાનમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધના નામે સૂત્રોચ્ચાર કર્યા. ત્યારે આ મામલે શિવરાજ સરકારે કડક વલણ અપનાવ્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. શિવરાજ સિંહ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે. તેમણે આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક ટ્વીટમાં તેમણએ લખ્યું છે કે, મધ્ય પ્રદેશ શાંતિનો ટાપુ છે. તેની શાંતિને ભંગ કરનારા લોકોને અમે પૂરેપૂરી કડકાઈથી પહોંચી વળશું. આ મામલે 188 IPC હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઈ રહી છે. કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. પછી ભલે તે ગમે તે હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધના નામે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં હજારો લોકો ભેગા થયા. આ દરમિયાન ધાર્મિક નારેબાજી પણ થઈ. રાષ્ટ્રપતિ મેક્રોન પાસે માફીની માંગણી અને ભારતને ફ્રાન્સથી આયાત-નિકાસ બંધ કરવાની માંગણી કરાઈ. કોરોના વાયરસ પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો દૂર લોકોએ માસ્ક પણ ન પહેર્યા. ત્યારે હવે સરકાર બધાનો ઉધડો લેવા જઈ રહી છે. આ કેસમાં બે હજાર લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.