/

મુખ્યમંત્રીના સોશ્યલ મીડિયાના નિવેદન પર કોંગ્રેસના આકરા પ્રહાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશ્યલ મીડિયાના માધ્યમથી નિવેદનો આપતા હોવાનો કોંગ્રેશ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે મનીષ દોશીએ જણાવ્યું હતું કે રૂપાણી સરકાર નિસ્ફળ નીવડી છે તેથી ફેસબુક વોટ્સએપ અને ટિવટર જેવા માધ્યમોથી જવાબો આપે છે નિસ્ફળ ગયેલી રૂપાણી સરકાર ગુજરાતના 38 લાખ ગરીબ કુટુંબોને છુપાવવા દીવાલો ચણીને ગરીબી છુપાવી રહ્યા છે.

ભાજપના ભ્રામક મોડલને ટ્રમ્પ જોવે નહીં માટે ગરીબોના ઝુંપડા આડે દીવાલ કરીને પોતે પોતાની પ્રસિદ્ધિ સોશ્યલ મીડિયાના માધ્ય્મથી કરી પોતાની પીઠ જાતે થપથપાવે છે તે અયોગ્ય છે તેમના શાસનમાં 45 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી વધી છે રાંધણગેશ પેટ્રોલ દાળ ડુંગળી જેવી ચીજોના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે  તે પ્રજા જાણે છે આવનાર સ્થાનિક ચૂંટણીઓમાં પ્રજા પોતાની જ વાહવાહ કરતી સરકારને જવાબ આપશે ગુજરાતની પ્રજા સમજુ અને શાણી છે સમયની રાહ જુવે છે.

Leave a Reply

Your email address will not be published.