//

બજેટ 2020 : બજેટને લઇ મુખ્યમંત્રી રૂપાણીએ શું કહ્યું જાણો !!

ગુજરાત સરકારનું આજે પુરાતવાળું અને પૂર્ણતાસભર બજેટ રજુ કરવામાં આવ્યુ છે. જેને રાજયનાં મુખ્યમંત્રી રૃપાણીએ આવકાર્યુ હતું. રૃપાણીએ શહેરી અને વિકાસ નિર્માણ માટે રૃપિયા ૧૩૪૪૦ કરોડની જોગવાઇ કરી હતી. જેમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોને આવરી લેવામાં આવ્યા હતાં. અને બજેટમાં શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની અબજો રૃપિયાની જોગવાઇ કરી છે. રાજયનાં તમામ શહેરો સ્માર્ટસિટી બનશે તે માટે રૃપાણીએ રાજયનું વર્ષ ૨૦૨૦-૨૧ માટે બજેટમાં શહેરીવિકાસ  અને ગૃહનિર્માણ માટે ૧૩૪૪૦ કરોડની જોગવાઇ કરી છે.

જે રીતે ભારતમાં અલગ-અલગ શહેરો માટે સ્માર્ટ સિટી બનાવવાની જોગવાઇ છે તે રીતે ગુજરાતનાં પણ મોટા શહેરોને સમાર્ટસિટી બનાવવા માટે જુદી-જુદી યોજનાઓ હેઠળ જોગવાઇ કરી છે. જેમાં શહેરી વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ ૪૫૪૪ કરોડની જોગવાઇ કરી છે. જે પૈકી ભૂર્ગભ ગટર પાણી પુરવઠા સુવિધા માટેની રૃપિયા ૧૧૮૯ કરોડની ખાળવણી કરવામાં આવી છે. પીવાના પાણી માટે રૃપિયા ૫૦૦ કરોડ અને  મુખ્યમંત્રી સડક યોજના માટે ૫૦૦ કરોડ, ટ્રાફિક સમસ્યા હલ કરવામાં ફલાય ઓવર બનાવવા ૫૦૦ કરોડ, શહેરમાં નજીકનાં વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે ૨૫૦ કરોડ, સ્માર્ટ ડાઉન યોજના હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી પસંદ કરાયેલી ૫ નગરપાલિકાઓનાં વિકાસ માટે ૨૦ લેખે ૫ વર્ષમાં ૧૦૦ કરોડ રૃપિયા ખાળવવામાં આવશે.

અમદાવાદ ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ ધપાવવા સુરતનાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ નદી-તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા માટે, સાધનો ખરીદવા માટે ૧૫ કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. અમૃત યોજના હેઠળ ૮ મહાનગર પાલિકા અને ૨૩ નગર પાલિકાઓમાં પાણી પુરવઠા ગટર વરસાદી પાણીના નિકાલ પરિવહન જેવી સુવિધાઓ માટે રૃપિયા ૮૦૦ કરોડની જાગવાઇ કરી છે. સ્માર્ટસિટી મિશન હેઠળ ૬ શહેરોના વિકાસના વિવિધ કામો માટે ૫૯૭ કરોડની જોગવાઇ કરી છે. જેમાં એરિયા, રિડેવલોપમેન્ટ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, સીસીટીવી, ઇન્ટરનેટ કનેકટિવીટી જેવી સુવિધાઓ ઉભી કરાશે.

પ્રોજેકટમાં રાજયની ૩૦ ઔધોગિક તાલીમ સંસ્થાઓને પણ સમાવી લેવામાં આવી છે. જેનાં માટે ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે. રેલ્વે ફાટકો અને ઓવરબ્રિજ બનાવવા માટે ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે. સ્વચ્છ પ્લાસ્ટીક મુકત ગુજરાત બનાવવા માટે ૫૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં પ્લાસ્ટીક વીણવાની કામગીરી કરનાર શ્રમજીવીઓને સહાય અને કામગીરી મળે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ધર મળી રહે તેનાં માટે ૮૩૦ કરોડની જોગવાઇ કરી છે. આર્થિક રીતે પછાત લોકો માટે ઘર ખરીદવા ૧ લાખની સહાય આપવા માટે ૫૦ કરોડની જાગેવાઇ કરી છે. આગજની ઘટનાઓને રોકવા નવા ફાયર સ્ટેશનો અતિ આધુનિક બનાવવા માટે ૧૦૬ કરોડની રૃપાણી સરકારે જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published.