////

CM વિજય રૂપાણી આજે મોરબીમાં સભા સંબોધશે

વિધાનસભાની આઠ બેઠક પર હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેવામાં બંનં પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં આજરોજ ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી મોરબી ખાતે સભા સંબોધશે.

મોરબી બેઠક પર ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના સમર્થનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે 4-30 કલાકે જાહેરસભાને સંબોધન કરશે. સભામાં પ્રધાન, સાંસદો અને ધારાસભ્યો સહિતના હાજર રહેશે.

મહત્વનું છે કે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાત આવશે અને ત્રણ દિવસ રોકાણ કરશે. તે દરમિયાન પ્રભારી 8 બેઠકો પર સભા સંબોધશે. આજે બુધવારે સાંજે રાજીવ સાતવ, હાર્દિક પટેલ કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજાના સમર્થનમાં કરજણના સાધલીમાં જાહેરસભાને સંબોધશે.

Leave a Reply

Your email address will not be published.