////

બિહારના મુંગેરમાં દુર્ગા વિસર્જન બન્યું લોહિયાળ, એકનું મોત

બિહારમાં આવેલા મૂંગેરમાં દશેરાના દિવસે દુર્ગા વિસર્જન દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ફાયરીંગ દરમિયાન એક વ્યકિતનું મૃત્યુ થયું હતું, જ્યારે પાંચ સ્થાનિક લોકો અને 18 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, ફાયરીંગ પોલીસે કર્યું હતું જ્યારે પોલીસનું કહેવું છે કે, કોઇ તોફાની તત્વોએ જાણી જોઇને પથ્થરમારો કરેલો અને ગોળી ચલાવી હતી.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, મુંગેરમાં પંડિત દિનદયાલ ચોક પાસે શંકરપુરમાં મૂર્તિ વિસર્જન માટે પ્રશાસને જણાવ્યું હતું તેને લઇને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થયું હતું, આ અથડામણ વચ્ચે કોઇએ ફાયરીંગ કરતા એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેમાં ગોળી વાગવાથી 18 વર્ષીય અનુરાગકુમારનું મૃત્યુ થયું હતું. આ અથડામણ બાદ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દીન દયાળ ચોકમાં અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે.

ત્યારબાદ અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉપરાંત પોલીસે 100થી વધુ લોકોની અટક કરી છે. સાથે જ ઘટનાસ્થળેથી ત્રણ દેશી તમંચા અને 12 વપરાયેલા કારતૂસના બોક્સ જપ્ત કર્યા છે. અસામાજિક તત્વોએ 12 રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં 17 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published.