////

કોમેડિયન ભારતી અને તેના પતિને ડ્રગ્સ લેવાના આરોપમાં NCBએ કસ્ટડીમાં લીધાં

ડ્રગ્સ કેસ મામલે NCBની તપાસ સતત ચાલી રહી છે. ત્યારે આ કેસમાં એક બાદ એક નવા નામ ખુલ્લી રહ્યાં છે. ત્યારે આજે NCBની ટીમે કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. આ અંગે જાણવા મળી રહ્યું છે કે, ભારતીના ફ્લેટ પરથી ગાંજો મળી આવ્યો છે. આ સાથે જ NCBએ ભારતી સિંહ અને તેના પતિ લિમ્બાચિયાને સમન્સ પાઠવ્યું છે.

NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. ભારતી સિંહ અને તેના પતિ પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. NCBએ આ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી.

આ દરોડા દરમિયાન NCBને ગાંજો મળી આવ્યો છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધા છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની રહેશે.

નોંધનીય છે કે, ડ્રગ્સ કેસના પગલે બોલીવુડમાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટીઓના નામ સામે આવી ચુક્યા છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ તેમજ અર્જુન રામપાલ જેવા નામ સામે આવ્યા બાદ હવે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિનું નામ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.