////

કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત યૂનિવર્સીટી દ્વારા ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી દ્વારા ગુરુવારે બી.એ સેમ- 02, એમ ફાર્મ સેમ -3 સહિતની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજકોટ સહિત અલગ અલગ 81 કેન્દ્રો પર 15 હજારથી વધુ પરિક્ષાર્થીઓ એક્ઝામ આપી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિની 10મી ડિસેમ્બરથી 18મી ડિસેમ્બર વચ્ચે જનરલ ઓપ્શન સાથે આ પરીક્ષા લેવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પરીક્ષા મુદ્દે બહાર પાડવામાં આવેલી સૂચના પ્રમાણે પરિક્ષા આપનાર વિધાર્થીઓએ ડિકલેરેશન ફોર્મ ભર્યા બાદ જ પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં પોતાને કોરોના છેલ્લા દિવસમાં થયો નથી તેવી સ્પષ્ટતા કરવાની હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનથી બચાવ માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન જેમ કે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

પરીક્ષા હોલની અંદર માત્ર 20થી 25 વિધાર્થીઓને જ બેસાડવામાં આવી રહ્યાં છે. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અને બહાર જવા માટે બે અલગ અલગ માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિ દ્વારા આ પરીક્ષા 1લી ડિસેમ્બરના રોજ યોજાવવાની હતી પરંતુ પાછળથી તેને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ બી.એ સેમ -3, બી.એ -એલ.એલ.બી, સહિતની પરીક્ષા 10મી ડિસેમ્બરથી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુજરાત યુનિએ વિધાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાની વ્યવસ્થા કરી છે અને તેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.