////

બનાસકાંઠામાં ડાયરો યોજવા બદલ 12 સામે ફરિયાદ, PSI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના વડગામડા ગામે કોરોનાના નિયમોને નેવે મૂકીને યોજવામાં આવેલા લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યવાહી કરતા આયોજક અને કલાકારો સહિત કુલ 12 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત ફરજમાં બેદરકારી દાખવવા બદલ એક પીએસઆઈ (PSI) અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ગામના તલાટી અને સરપંચને પણ ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે. ખુલાસા બાદ બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.

થરાદ તાલુકાના વડગામડા ગામે ગત રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. ગામના આગેવાન ધનજી ચૌધરીએ સંતવાણી કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરી હજારોની સંખ્યામાં લોકો એકઠા કર્યા હતાં. આ કાર્યક્રમમાં જાણીતા 10 જેટલા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રમઝટ બોલાવી હતી. જાણે કોરોના જતો રહ્યો હોય તે રીતે માસ્ક વગર મોટાભાગના કલાકારો આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતાં.

આ ડાયરા માટે આયોજકે કોઈ પણ જાતની પરવાનગી પણ લીધી ન હતી. આ ડાયરાના વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને આયોજકના ઘરે જઈને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી.

આ સમયે સમગ્ર ઘટના માટે જવાબદાર આયોજક ધનજી પટેલે લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું. ધનજી પટેલે કહ્યું હતુ કે, અન્ય નેતાઓ જ્યારે રેલી અને સભાઓ યોજી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે. ત્યારે તેમની સામે કાર્યવાહી થતી નથી. આથી આ તમામ નેતાઓ સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ દંડ ભરીશ તેવું કહીને દંડ ભરવા માટે નનૈયો ભણી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.