///

PM આદર્શ ગામ યોજનાનો વિરોધ કરનારા 30 લોકો સામે નોંધાઇ ફરિયાદ

ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓ માટે એક વિશેષ પેકેજની જાહેરાત કરી છે, તે પેકેજ પૈકીની એક આદર્શ ગામની કામગીરીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગોરા ગામ નજીક નર્મદા નિગમ દ્વારા ઓક્ટોબર મહિનામાં આરંભ કરવામાં આવ્યો હતો. જો કે અમુક લોકો આદર્શ ગામનો વિરોધ કરી રહ્યા હતાં.

ગોરા ગામની મહિલાઓ સહિત અન્ય લોકોએ બે દિવસ અગાઉ એ બાંધકામની કામગીરી અટકાવવા બાંધકામ સ્થળે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. મામલો ગરમાતા કેવડિયા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓને સમજાવી કામકાજ ફરી ચાલુ કરાવ્યું હતું. પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનો વિરોધ કરી હલ્લાબોલ કરનારા ત્રીસથી વધુ ઈસમો સામે સરકારી કામકાજમાં રૂકાવટ અને કોવિડ ગાઈડ લાઈનના ભંગ બદલ નર્મદા નિગમના નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગોરા ગામમાં નર્મદા યોજનામાં જમીન ગુમાવનારા આદિવાસી વિસ્થાપીતો તેમની જમીન સરકાર સંપાદન કરે તે સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અન્ય લોકો વિરોધ ન કરે એટલ જ પોલીસે ફરિયાદ કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.