////

ગોંડલ સબ જેલના જેલર સામે GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ

જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં, જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ દિન 7ના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જેલરની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મીની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર – ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને “જલસા જેલ” બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડી કે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. નિખિલ દોંગા અને તેના 12થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.