///

ડાંગમાં બીજા વિસ્તારના લોકો વોટ કરતાં હોવાની ફરિયાદ ઉઠી

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ડાંગની પેટાચૂંટણીમાં ચાલતા મતદાનમાં બીજા વિસ્તારના લોકો મતદાન કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલે પોતે જ નોંધાવી છે.

વિધાનસભાની આઠ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે પોલીસ કોન્સ્ટેબલે કહ્યું કે આ ચૂંટણીમાં અન્ય જિલ્લાના મતદારો મતદાન કરવા આવ્યા હતાં. તેઓ કારમાં મતદાન કરવા આવ્યા હતાં. આ બનાવ ડાંગના આહવાના ભીસ્યા ગામ ખાતે બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીની 8 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેની 10 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

Leave a Reply

Your email address will not be published.