/

ગુજરાતમાં કોરોના વાયરસની ચિંતા સાથે ખાસ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની ચિંતા વધુ

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે જેમત વિસ્તારમાંથી આવીતે ભાવનગર જિલ્લો અને પડોશી બે જિલ્લા અમરેલી અને બોટાદ જિલ્લાના સૌથી વધારે લોકો વ્યવસાય અર્થે સુરત અને મુંબઈમાં રહે છે. જ્યાં આ વાયરસ થોડા વધારે પ્રમાણમાં છે. રોજના લગભગ ૧૦ હજાર લોકો પ્રાઈવેટ વાહનમાં આવે છે. હું કલેકટર, ડી.આઈ.જી. અને એસ.પી.ના સતત સંપર્કમાં છે. તંત્ર વ્યવસ્થા ગોઠવી રહ્યું છે અને પ્રચાર પ્રસારના માધ્યમથી હું જનજાગૃતિ કરી રહ્યો છું. ગુજરાતમાં ભાજપના જનપ્રતિનિધિઓ અને કાર્યકરો પણ આ ભગીરથ કાર્યમાં લાગેલા છે.

ત્રીજો તબક્કે આપણા સૌ માટે ગંભીર છે. ત્યારે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્રઢપણાથી રાજ્યમાં આ બાબતે કામ કરી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય છે. આ બાબતે રાજ્યમાં અને વિશેષ કરીને મારા સૂચન પ્રમાણે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ગાઈડ લાઈન, શટ ડાઉન, કલમ-૧૪૪ વિગેરેનો કડક અમલ થાય, લોકોના આરોગ્યની ચિંતા થાય અને આ કોરોના વાયરસ વધારેન પ્રસરે તેના માટે જરૂરી સૂચનો અને નિર્ણય કરવા માટે જનપ્રતિનિધિ તરીકે અને પક્ષવતી અપીલ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતા.

Leave a Reply

Your email address will not be published.