/

પત્રકારોની ચિંતા કરતા રાજુલાના ધારાસભ્યો ખાસ પેકેજની મુખ્યમંત્રી પાસે માંગ કરી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જીવલેણ બની રહી છે દિવસે દિવસે પોઝિટિવ કેસોનો વધારો થઇ રહ્યો છે લોકો વાયરસની બીમારીથી ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. સરકારના અનેક પ્રયત્ન અને લોકજાગૃતિમાં મહત્વનું યોગદાન આપનાર મીડિયા કર્મચારીઓ જીવના જોખમે રાજ્યના ખૂણેખૂણેથી સમાચારો લઇ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે તેમનો પરિવાર પણ ચિંતિત છે આવા બાહોશ અને ખંતીલા પત્રકારો માટે સરકારે ખાસ પ્રકારનું વીમા કવચ આપવું જોઈએ સરકાર આમ જનતાની ચિંતા કરે છે તો પત્રકારો પણ જનજાગૃતિનો એક ભાગ બની રાતદિવસ જોયા વગર પોતાની ફરજ સમજી લોકોને જાગૃત કરવા સતત ભૂખ્ય તરસ્યા દોટ મૂકી ને રાત ઉજાગરા કરે છે.

સરકારે લોકડાઉન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરી તેમ સરકારે ચોથી જાગીર ગણાતા અને સુરક્ષા કર્મચારીઓની સાથે લોક સેવામાં સભાગી બનનાર પત્રકારોને પણ સરકાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એક ખાસ પ્રકારનું વીમા કવચ જાહેર કરે તેવી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અમરીશ ડેર દ્રારા મુખ્યમંત્રીને એક પત્ર લખી ચિંતા વખત કરી પત્રકારોની વ્યથા વ્યક્ત પત્ર મારફત કરી હતી અને વીમા કવચ ની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.