///

મોદી બાદ હવે ટ્રમ્પને કોંગ્રેસ ગુજરાત આવવા આપ્યું આમંત્રણ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાનો છે. અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ યોજાવવાનો છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ટ્રમ્પની મુલાકાતને લઇને કરોડો રૂપિયાનો ધુમાડો થઇ ગયો છે. ટ્રમ્પની મુલાકાતને લઇને કેટલીક રાજનૈતિક પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં આજે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે અલગ-અલગ ૧૦ વોર્ડમાં પ્રદર્શન કર્યુ હતું. જેમાં વેજલપુરમાં જીવરાજ બ્રિજ નીચે સવારે, મકતમપુરામાં બપોરે તેમજ થલતેજ, અજંનતા ઇલોરામાં બપોરે અને રાણીપમાં પ્રદશર્ન યોજયું હતું. જેમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. બેનરોમાં લખ્યુ હતું કે, ટ્રમ્પ સાહેબ આપને આમંત્રણ, અમારા વોર્ડમાં જરૂર પધારો અને પ્રશ્નોનો નિકાલ લાવો. ટ્રમ્પની મુલાકાતને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.

Leave a Reply

Your email address will not be published.