///

લીંબડીમાં બોગસ મતદાનનો કોંગ્રેસનો આરોપ

વિધાનસભાની 8 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે લીંબડીના પાંચથી છ ગામમાં બોગસ મતદાન થતુ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે.

આ તકે લીંબડી કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે જણાવ્યું કે લીંબડીના પાંચથી છ ગામમાં બોગસ વોટિંગ થઈ રહ્યુ છે. બોગસ વોટિંગ થાય તે માટે કોંગ્રેસના પોલિંગ એજન્ટોને મતદાન મથકની બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે આ માટેની ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી છે. જેમાં લીંબડીના ભેંસજાળ ગામ સહિતના પાંચથી છ ગામમાં બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published.