LRD વિવાદિત ભરતી પ્રક્રિયા મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજુ કર્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસે જણાવ્યું કે સરકારી નોકરીઓમાં ભરાષ્ટ્રચાર એ ભાજપનું મોડલ રહ્યું છે. સરકાર પોતે જ ઇચ્છે છે કે સરકારી નોકરી માત્ર જાહેરાત પૂરતી જ રહે.

વધુમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકાર વર્ગ વિગ્રહ ઉભું કરી રહી છે સરકાર બહાર અલગ બોલે છે અને કોર્ટમાં અલગ વાત કરે છે. વચગાળાની વ્યવસ્થાથી અનામત અને બિનનામત વર્ગને નુકશાન છે ભાજપની ભ્રષ્ટ સરકાર જાતિ- જાતિ વચ્ચેની લડાઈ કરાવવાનું બંધ કરે.