//

જામનગરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યમાં હાલમાં મગફળીની ખરીદી થઇ રહી છે. આ વચ્ચે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જામનગરના કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થઈ રહી છે.

કોંગ્રેસનું કહેવું છે કે સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ રૂપિયા શેના છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. આ સિવાય સરકારે ખેડૂતોને 25 કિલોગ્રામની બોરી લાવવાની છૂટ આપી હોવા છતાં નાફેડના કર્મચારીઓ ખેડૂતો પાસેથી તેમની મનમાની ચલાવે છે અને 25 કિલોગ્રામની બોરીને લેતા નથી.

Leave a Reply

Your email address will not be published.