////

PM મોદી પર કોંગ્રેસના પ્રહાર, પીએમ કેયર્સ ફંડને લઈને પૂછ્યા આ પ્રશ્નો

કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વાર પીએમ કેયર્સ ફંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલા ડોનેશનની રસીદને લઇને પણ પ્રશ્ન કર્યો હતો. રણદીપ સુરજેવાલાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રશ્નોની યાદી શેર કરી છે.

રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર તેને વિદેશી દાનનો જટિલ કેસ ગણાવ્યો હતો. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચીન, પાકિસ્તાન અને કતારથી પીએમ કેયર્સ ફંડમાં વિદેશી દાન આવ્યું છે અને હું આ મામલે વડાપ્રધાન મોદીને કેટલાક પર્શ્ન કરૂ છું. રણદીપ સુરજેવાલાએ 10 પ્રશ્ન વડાપ્રધાન મોદીને પૂછ્યા હતા.

રણદીપ સુરજેવાલાના પ્રશ્ન…

ભારતીય દૂતાવાસોએ પીએમ કેયર્સ ફંડ માટે પ્રચાર અને દાન કેમ લીધુ?
પ્રતિબંધિત ચીની એપ્સ પર ફંડની જાહેરાત કેમ આપવામાં આવી?
પાકિસ્તાનમાંથી કેટલા પૈસા આવ્યા અને કોણે આપ્યા?
કતારથી કઇ બે કંપનીઓએ પીએમ કેયર્સ ફંડમાં દાન આપ્યુ છે અને કેટલા કરોડ રૂપિયા મળ્યા છે?
27 દેશમાંથી કેટલા હજાર કરોડ રૂપિયા પીએમ કેયર્સ ફંડમાં આવ્યા?
શું દાન કરવા અને ફરી પોતાની ફેક્ટરી શરૂ કરવા વચ્ચે NISSEI ASB સાથે કોઇ સબંધ હતો?
27 ભારતીય દૂતાવાસોએ સાર્વજનિક સ્ટેજની જેમ ક્લોજ્ડ ચેનલ દ્વારા તેનો પ્રચાર કેમ કર્યો, જ્યારે RTI હેઠળ જાહેર સત્તા નથી?
સરકાર તરફથી ફંડને FCRAની સમીક્ષાની બહાર કેમ રાખવામાં આવ્યુ?
પીએમ કેયર્સ ફંડ જાહેર સત્તા કેમ નથી?
ફંડને કેગ અને ભારત સરકાર દ્વારા કેમ ઓડિટ નથી કરી શકાતુ અને કેમ વિદેશી દાન પર રિપોર્ટને સાર્વજનિક ના કરાયો?

Leave a Reply

Your email address will not be published.