////

Breaking News : જાણો કોંગ્રેસના ધારાસભ્યોને મવડી મંડળે શું આપ્યા આદેશ !!

ગુજરાતમાં કોંગ્રેસ હવે મજબૂત થવા પક્ષના કાર્યકરોને શક્રિય કરવા મજબૂતીથી આગળ વધી રહી છે રોજબરોજ કાર્યકરો સાથે વાર્તાલાપ કરી કાર્યકરોને આગામી સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખી પક્ષને મજબૂતી તરફ લઇ જવા માંગે છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને વિધાનસભામાં જુદજુદા મુદ્દાની અને સરકારની ભૂલો કાઢવાની સલાહ આપી રહી છે આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ શરૂ થવાનું છે ત્યારે કોંગ્રેશ ધારાસભ્યોને બજેટ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહીને સત્તાધારી પક્ષની ભૂલો કાઢશે તે જરૂરી પણ હોઈ છે.

પરંતુ કેટલાક ધારાસભ્યો સત્તાધારી પક્ષની ભૂલો કાઢવાને બદલે તેમની વાહવાહ કરી રહ્યા હોવાનું કોંગ્રેસને ધ્યાને આવતા હવે કોંગ્રેસના સિનિયર નેતાઓએ અને હોદેદારોએ ધારાસભ્યોને ગૃહમાં સરકારની વાહવાહ નહીં કરવા અને તેમની ભૂલો કાઢવાની અને ઝાટકવાની સલાહ આપી છે કેટલાક ધારાસભ્યો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષ છોડી જતા રહે છે તેની સામે કોંગ્રેસે હવે હસતા મોઢે લાલ આંખ કરીને ધારાસભ્યોને સલાહ આપી છે અને સત્તાધારી પક્ષના વાકહાન નહિ કરવા આદેશો આપતા કેટલાક ધારાસભ્યો નારાઝ થયા છે  કોંગ્રેસ ના હોદેદારોના આ વલણ થી કોંગ્રેસ ધારાસભ્યોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.