//

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે જાહેર કર્યું મહિલાઓનું નવું માળખું

ગુજરાત મહિલા કોંગ્રેસનું નવું માળખું જાહેર કરાયું છે જેમાં ગાયાંત્રિબા વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ યથાવત રાખવામાં આવ્યા છે અને બાકીના જિલ્લાના નામોની કોંગ્રેસ પ્રદેશ પાર્ટીએ જાહેરાત કરી છે જેમાં  ગુજરાત મહિલા કોંગ્રેસના 9 ઉપપ્રમુખ જાહેર કરાયા 17 મહિલાઓને ગુજરાત મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી જાહેર કરાયા.

9 મહિલાઓને ગુજરાત મહિલા કોંગ્રેસમાં સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ 33 જિલ્લાના મહિલા પ્રમુખો પણ જાહેર કરાયા 8 મહાનગરોમાં પણ મહિલા પ્રમુખોની કરાઈ જાહેરાત ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ માં નવા માળખા ની જાહેરાતની અટકળો વચ્ચે આજે મહિલાઓના નામોની જાહેરાત થતા મહિલાઓ  હોળીના તહેવાર પહેલાજ રંગે રંગાઈ હતી અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને મહિલાઓને વધુ મજબૂત બનાવવા અને વધતી જતી મોંઘવારી પર કાબુ મેળવવા માટે મહિલાઓ ઘર ઘર સુધી પહોંચીને વિખેરાયેલા મહિલાઓના બજેટની ચર્ચા કરવા માટે મહિલાઓને ખાસ પ્રભુત્વ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published.