/

લોકડાઉનમાં ડિટેઇન કરેલા વાહનો દંડ વગર પરત આપવા કોંગ્રેસની માંગ

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં અચાનક 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવતા કેટલાક લોકો મુંજાઈ ગયા હતાને જીવન જરૂરી વસ્તુ લેવા બજારમાં નીકળેલ હતા તેવા લોકોના પોલીસે વાહનો ડિટેઇન કરેલ છે તેમની સામે વાંધો નથી પરંતુ તે વાહનો દંડની રકમ વગર પરત આપવાની માંગ સાથે રાજુલા નગરપાલિકા કોંગ્રેસના સદસ્ય ઘનસ્યામ વાઘે સરકાર પાસે માંગ કરી છે વધુ માં જાણવેલ છે કે કોરોના લોકડાઉન દરમ્યાન અણસમજુ અને જીજ્ઞાસુ ગરીબ પ્રજાજનો બજારમાં નીકળે તેમની મોટરસાયકલ ગુજરાત પોલીસ ડીટેઇન કરી રહી છે. ત્યારે અમે સરકારશ્રી નો વિરોધ નથી કરતા કારણકે લોકો ખોટી રીતે બહાર નીકળતાં અટકશે. પરંતુ હાલની સ્થિતિમાં લોકો ઘરમાં રહ્યા છે અને આવક પણ બેન્ડ છે તેથી સરકાર વિચાર કરી અને આવા સામાન્ય અને ગરીબ લોકોને મોટા દંડ ફટકારી પરેશાન કરે અને દંડ વગર વાહનો પરત આપે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી છે ઘનશ્યામ વાઘે જણાવ્યું હતું કે સરકાર વાહનો ડિટેઇન કરીને કોઈ આવક ઉભી નથી કરવા માંગતી પરંતુ લોકજાગૃતિ માટે વાહનો ડિટેઇન કરેલ છે પરંતુ લોકહિત ખાતર અને આર્થિક મુશ્કેલી જોઈ વાહનો દંડ વગર પરત આપે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.