
રાજનૈતિક પાર્ટી ગુજરાતમાં ફરી ચુંટણી જીતવા માટે અનેક વ્યુરચના ઘડી રહી છે. જેને લઇને શુકવારે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની મહત્વની મીંટીગ યોજાવવાની છે. અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાવનારી આ બેઠકમાં ડિજિટલ મેમ્બરશીપ અભિયાન અંગે ચર્ચા કરવા માટે યાજાવવાની છે. જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો હાજર રહેશે. ડિજીટલ મેમ્બરશીપમાં અભિયાનમાં દરેક નેતાઓ અને કાર્યકરોને અલગ-અલગ પ્રકારની કામગીરીઓ તેમજ જવાબદારીઓ સોંપવામાં આવશે. જેમાં જિલ્લા ઓબ્ઝરવેશનની પણ નિમણૂક કરીને મટિરીયલ કાર્યકતાઓને તેમજ નેતાઓને સોંપવામાં આવશે. ૧લી માર્ચથી કોંગ્રેસનું ડિજિટલ મેબરશીપ અભિયાન શરૂ થવાનું છે. જેને સફળ બનાવવા માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોંગેસને ગુજરાતમાં ફરી સક્રિય કરી સત્તા મેળવવાનો છે.