////

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ વડોદરા પહોંચ્યા

કરજણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકીય અગ્રણી સહિત પ્રધાનો કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે પ્રચાર અર્થે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે બુધવારે સાંજે કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સભા સંબોધશે. એરપોર્ટ ખાતે આવી પહોંચેલા રાજીવ સાતવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપે ધારાસભ્યોને ખરીદ્યા એટલે ચૂંટણી થઈ રહી છે. તમામ બેઠકો કોંગ્રેસ જ જીતશે.

Leave a Reply

Your email address will not be published.