//

કોંગ્રેસ નેતા અહેમદ પટેલને ICUમાં શિફ્ટ કરાયાં, પુત્રએ ટ્વીટ કરી આપી માહિતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલને ગુડગાંવની મંદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ જાણકારી તેમના પરિવારજનો તરફથી રવિવારે પ્રાપ્ત થઈ છે.

થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ નેતા કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા હતાz. 71 વર્ષના અહેમદ પટેલે 1 ઓક્ટોબરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે અહેમદ પટેલના પુત્ર ફૈસલે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, “અમારા પરિવાર તરફથી અમે કહેવા માંગીએ છીએ કે, અહેમદ પટેલ થોડા સપ્તાહ પહેલા જ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતાં. તેમને વધુ સારવાર માટે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ તેમની હાલત સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. અમે આપને આગ્રહ કરીએ છીએ કે, તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો.”

કોંગ્રેસના અનેક નેતાઓએ પણ અહેમદ પટેલના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ટ્વીટ કર્યું છે કે, “મારા દોસ્ત અહેમદ પટેલને લઈને ઘણો જ ચિંતિત છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છે. તેમના જલ્દી સ્વસ્થ થવા માટે આપ સૌ પ્રાર્થના કરો.”

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અભિષેક મનુ સિંઘવી અને તરુણ ગોગોઈ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ઉપરાંત અનેક કેન્દ્રીય પ્રધાનો પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published.