/

કોંગ્રેસ નેતા એહમદ પટેલ મજૂબૂતિ થી આગળ વધ્યા 1 કરોડની ગ્રાન્ટ અલગ અલગ જિલ્લામાં ફાળવી

કોરોના કહેરની વચ્ચે ભાજપ કોંગ્રેસ એક થઇ કોરોના મહાત કરવા આગળ વધી રહ્યા છે રાજકીય શાબ્દિક યુદ્ધ છોડી લોકોની સેવા કરવામાં જોતરાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ ખજાનચી અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલ પોતાના ખર્ચ પર કાપ મૂકી મુખ્યમંત્રી રાહતફંડમાં એક લાખનું અનુદાન આપ્યું હતું અને એક કરોડની ગ્રાન્ટ ફાળવવા રાજ્યસભામાં પત્ર લખી રજૂઆત કરી હતી જે મંજુર થતાજ એહમદ પટેલે પોતાની ગ્રાન્ટનો ઉપયોગ અલગ અલગ જિલ્લામાં કોરોના લડત માટે ફાળવી  આપેલ છે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે ફાળવી ગ્રાન્ટછે તે આ મુજબ છે જિલ્લા અનુસાર ફાળવી છે રાજ્યસભાના સાંસદને મળતી ગ્રાન્ટ એહમદ પટેલે . ભરૂચ માટે 40 લાખ, નર્મદા જિલ્લા માટે 20 લાખ, ડાંગ જિલ્લા માટે 10 લાખ, તાપી જિલ્લા માટે 15 લાખ અને વલસાડ જિલ્લા માટે પણ 15 લાખની સહાયની જાહેરાત કરી.. કોરોનાના ખતરાને લઈને ટેસ્ટિંગ, સ્ક્રીનીંગના સાધનો તેમજ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ માટે ફાળવી રકમ..ખાસ કરીને એહમદ પટેલ પણ ગુજરાતી છે અને ગુજરાત ની ચિંતા માટે અલગ અલગ જિલ્લામાં ગ્રાન્ટ ફાળવી લોકોના આરોગ્યની ચિંતા કરી છે  જરૂર પડ્યે વધુ ગ્રાન્ટ લાવી અને અન્ય જિલ્લામાં પણ ફાળવવા ની વાત એહમદ પટેલે કરી હતી .

Leave a Reply

Your email address will not be published.