///

કોંગ્રેસ નેતાએ 2017ની બોપલ-ઘુમા રેલીની FIR રદ કરવા હાઈકોર્ટમાં કરી અરજી

વર્ષ 2017માં બોપલ-ઘુમા વિસ્તારમાં સત્તાધીશો દ્વારા મંજૂરી ન આપ્યા હોવા છતાં રેલી કાઢવાના કેસમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી FIR અને તેનાથી થતી કાર્યવાહી રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને 12મી જાન્યુઆરી 2021 સુધી ખુલાસો માંગ્યો છે. જેમાં હાર્દિક પટેલના એડવોકેટ આનંદ યાજ્ઞિક તરફથી રજુઆત કરવામાં આવી છે કે, IPCની કલમ 188 મુજબની FIR જે હાર્દિક પટેલ સામે દાખલ કરવામાં આવી છે એ ટકવાપાત્ર નથી. આ કેસમાં FIR એટલા માટે ટકવાપાત્ર નથી કારણ કે IPCની કલમ 188ની ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એ જ જાહેર સેવક કરી શકે, જેના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ જ FIR થઈ શકે. આ કેસમાં સીધી FIR કરાઈ છે, જેથી ટકવાપાત્ર નથી.

આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને હાર્દિક પટેલના એડવોકેટ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ સામે IPCની કલમ 188 મુજબની કાર્યવાહી કરવા માટે CRPCની કલમ 195નું પાલન કરવું જરૂરી છે.

મહત્વનું છે કે, 11મી ડિસેમ્બર 2017ના રોજ હાર્દિક પટેલ અને તેમના સમર્થકોને મંજૂરી ન મળી હોવા છતાં બોપલથી નિકોલ વિસ્તાર સુધીની 15 કીમી રેલી કાઢતા તેની સામે FIR દાખલ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અને અન્યો સામે IPCની કલમ 188 મુજબ FIR દાખલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.