////

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ માળિયામાં સભા સંબોધશે

વિધાનસભાની આઠ બેઠક પર હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેવામાં બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં આજરોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ માળિયા ખાતે સભા સંબોધશે.

પેટાચૂંટણી નજીક આવતા જ નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે આજે શનિવારે હાર્દિક પટેલ માળિયાના જુના ઘાટીલામાં સાંજે 7 કલાકે સભાને સંબોધન કરશે. હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર જંયતીલાલ જેરામભાઈ પટેલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.

Leave a Reply

Your email address will not be published.