///

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર આજે હાઈકોર્ટમા થશે સુનાવણી

આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતોમાં સુધારો કરવા મામલે હર્દિક પટેલે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ પાસે ગુજરાત બહારના પ્રવાસ કાર્યક્રમની વિગતવાર માહિતી રજૂ કરવા આદેશ કર્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત બહાર કેટલા દિવસ કયા કયા સ્થળે રોકાવાનું છે તેની વિગતવાર માહિતી આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મજૂરી માંગતી અરજી કરી છે, જેમાં પોતાને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત બહાર જવાનું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

ત્યારે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તો હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી હતી.

હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા મંજૂરી માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.