///

કોંગ્રેસ નેતા જયરામ રમેશે NSA અજીત ડોભાલના પુત્રની માંગી માફી, કહ્યું..

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન જયરામ રમેશે ફોજદારી માનહાનિના કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પુત્ર વિવેક ડોભાલની માફી માંગી લીધી છે. તો બીજી તરફ આ મામલે કરાવાં પત્રિકા વિરૂદ્ધ ફોજદારી માનહાનિનો કેસ ચાલતો રહેશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, મેં વિવેક ડોભાલ વિરૂદ્ધ નિવેદન આપ્યું. ચૂંટણીના સમયે મેં ગુસ્સામાં આવીને ઘણા આરોપો લગાવ્યા હતા. મારે આમ કરતાં પહેલાં તેની ખરાઇ કરવી જોઇતી હતી.

ત્યારબાદ તાત્કાલિક એનએનએ અજીત ડોભાલના પુત્રની પ્રતિક્રિયા આવી જેમાં કહેવામાં આવ્યું કે, જયરામ રમેશે માફી માંગી છે અને તેને સ્વિકાર કરી લીધી છે. કારવાં પત્રિકા વિરૂદ્ધ ફોજદારી માનહાનિનો કેસ ચાલું રહેશે.

મહત્વનું છે કે, કારવા નામની એક વેબ મેગેઝીને અજીત ડોભાલ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, એનએસએના પુત્ર વિવેક, એક કેમૈન આઇલેંડમાં હેઝ ફંડ ચલાવે છે. જે 2016માં નોટબંધીની જાહેરાતના થોડા દિવસો બાદ રજિસ્ટર્ડ થયું હતું. વિવેક ડોભાલએ માનહાનિપૂર્ણ લેખ પ્રકાશિત કરવા પર ફોજદારી માનહાનિ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે આ કેસમાં કોંગ્રેસી નેતા જયરામ રમેશ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.