////

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

ખેડૂતો હાલ કૃષિ કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેના વ્હારે અનેક પક્ષો આવી રહ્યાં છે અને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યાં છે. આ વચ્ચે વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પણ ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું છે. ત્રણ કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો દિલ્હી બોર્ડર પર છેલ્લા 6 દિવસથી સતત પ્રદર્શન કરી રહ્યાં છે. જેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરી કૃષિ કાયદાને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અન્નદાતા રોડ પર ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે, પરંતુ જુઠ ટીવી પર ભાષણ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અન્નદાતા રોડ-મેદાનમાં ધરણા કરી રહ્યાં છે અને ‘જુઠ’ ટીવી પર ભાષણ! ખેડૂતની મહેનતનું આપણા બધા પર દેણું છે. આ દેણુ તેઓને ન્યાય અને હક્ક આપીને જ ઉતરશે, ન કે તેને ધુત્કારીને, લાકડીઓ મારીને અને આંસૂ ગેસ ચલાવીને. જાગો, અહંકારી ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો’

ઉલ્લેખનિય છે કે આ પહેલા સોમવારે રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરતા કહ્યું હતું કે, જ્યારે આપણા અન્નદાતા ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે છે તો આ અવાજ પુરા દેશમાં સંભળાય છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું કે, ‘મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યાં. પહેલા કાળા કાયદો લાવ્યા પછી લાકડી ચલાવી. પરંતુ તેઓ ભુલી ગયા કે જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે છે તો તેઓની અવાજ પુરા દેશમાં ગુંજે છે. ખેડૂતો સાથે થઇ રહેલા શોષણ સામે તમે પણ ‘સ્પીકઅપ ફોર ફાર્મર્સ’ અભિયાનના માધ્યમથી જોડાવો’

એક બીજા અન્ય ટ્વિટમાં લખ્યું કે દેશનો ખેડૂત આજે કૃષિ કાયદા સામે ઠંડીમાં, પોતાનું ઘર-ખેતર છોડીને દિલ્હી સુધી પહોંચ્યાં છે. સત્ય અને અસત્યની લડાઇમાં તમે કોની સાથે ઉભા છો, અન્નદાતા ખેડૂત સાથે કે વડાપ્રધાનના ધનવાન મિત્રો સાથે?’

Leave a Reply

Your email address will not be published.