/

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પિરામણ પહોંચ્યા, અહેમદ પટેલના પરિવારજનોને પાઠવી સાંત્વના

કોંગ્રેસના સિનિયર નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમના વતન પિરામણ પહોચ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અહેમદ પટેલના પરિવારજનોને મળીને દુખ વ્યક્ત કર્યુ હતું. જેમાં રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, ભૂપેન્દ્રસિંહ હુડા સહિતના નેતાઓ પિરામણ પહોચ્યા હતા અને અહેમદ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પિરામણ આવતા હતા ત્યારે સુરત પોલીસની બેદરકારી સામે આવી હતી. જેમાં કોંગ્રેસના નેતા એરપોર્ટ આવતા કોનવેમાં 4 ગાડી વધારાની ઘુસી ગઇ હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસ દ્વારા 4 ગાડીને ડિટેઇન કરવામાં આવી હતી. ત્યારબાદ એનએસજીએ આ ચુક બદલ સુરત પોલીસને ઠપકો પણ આપ્યો હતો.

નોંધનીય છે કે, અહેમદ પટેલ કોરોના સંક્રમિત થયા બાદ તેમની ગુરૂગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. અહેમદ પટેલની દફનવિધિ તેમના અંકલેશ્વર સ્થિત ગામ પિરામણમાં કરવામાં આવી હતી. આ દફનવિધિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ હાજરી આપી હતી અને અહેમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપી હતી.

Leave a Reply

Your email address will not be published.