//

જયપુરમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્યો કોરોના ભરખી નહિ જાય પ્રજાની બાજુમાં ઉભા રહો :જીતુ વાઘાણી

એક તરફ કોરોનાનો ભય છે તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસને ધારાસભ્યો તૂટવા નો ભય છે ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે અત્યારે પ્રજાની સેવા કરવાનો સમય છે જયપુરમાં જલસા કરવાનો નહિ કોરોના રૂપી પ્રજા મતદાનમાં ભરખી જશે તો ઘરે બેસવાનો વારો આવશે અત્યારે પ્રજાને પોતાના પ્રતિનિધિની જરૂર છે  જીતુ વાઘાણીએ કોંગ્રેસના ધારાસભ્યો અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયાઆપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોને કઈ વાતનો ડર છે ગુજરાતમાં પાછા આવે જરૂર પડશેતો ચોવીસ કલાક વીડીયો ગ્રાફી કરાવવામાં આવશે મારા ખર્ચે પોલીસ સિક્યુરિટી પૂરી પાડવામાં આવશે કેમ સમસ્યાના સમયે પોતાના મતવિસ્તારથી દૂર છે જનતા બધું જોઈ રહી છે પહેલા પણ પૂરની પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મતવિસ્તાર છોડીને જતા રહ્યા હતા આજે કોરોના જેવી ગંભીર સમસ્યામાં જયપુર જઈને બેઠા છે જનતા બધું જોઈ રહી છે તેમના પરિવાર અને મતવિસ્તારમાં મતદારો બધું જોઈ રહ્યા છે જો કોંગ્રેસ સુધરશે નહીં તો મતદાન રૂપી જનતા તેમને ભરખી જશે તેવું  ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યોને મત વિસ્તારમાં જવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.