
રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં જોરદાર કકળાટ ચાલી રહ્યો છે દર વખતે જે રીતે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર મુક્કી દેવાય છે ત્યારે આ વખતે પ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યોને ખાતરી આપી હતી કે ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા વગર ઉમેદવાર જાહેર નહીં થાય. રાજીવ સાતવે મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠકો કરી જેમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસ પ્રભારી સમક્ષ મધુસુદન મિસ્ત્રીને રિપીટ ન કરવા રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ મધુસુદન મિસ્ત્રીનો વિરોધ કર્યો. ગુરૂવારે પ્રભારીએ કોંગી ધારાસભ્યો સાથે કરી વન ટુ વન બેઠક કરી હતી જેમાં મોટાભાગના ધારાસભ્યોએ નવા ચહેરાને તક આપવાની માગ કરી છે.મધુસુદન મિસ્ત્રીને રિપીટ ન કરી યુવા ચહેરાને તક આપવા માગ કરવામાં આવી છે.