/

કોંગ્રેસના ધારાસભ્યો બચાવવાના હવાતિયાં

આગામી દિવસોમાં યોજાવનારી રાજયસભાની ચૂંટણી પહંલા જ કોંગ્રેસનાં બે ધારાસભ્યએ પક્ષપલટો કરવા માટે કોંગ્રેસમાંથી ગઇકાલે મોડી રાત્રે રાજીનામું આપ્યુ હતું. જેમાં લીમડીનાં ધારાસભ્ય સોમાભાઇ પટેલ અને ધારીના ધારાસભ્ય જે.વી કાકડીયાએ કોંગ્રેસમાં રાજીનામુ આપ્યા બાદ સોમાભાઇ પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહને મળયા હોવાનું સામે આવ્યુ છે. જેથી કોગ્રેસ હવે મોટા ભાગનાં ધારાસભ્યોને ગુજરાત બહાર મોકલે એવી શકયતાઓ છે. ગઇ કાલે રાજયસભામાં ક્રોસવોટિંગ ના થાય તે માટે કોંગ્રેસનાં ધારાસભ્ય ૧૩ ધારાસભ્યોને ગુજરાત બહાર રાજસ્થાનના જયપુરમાં લઇ જવામાં આવ્યા છે.

પરંતુ ગઇકાલે મોડીરાત્રે કોંગ્રેસનાં જે.વી કાકરિયા અને સોમાભાઇ પટેલના રાજીનામા આપ્યા હોવાની વાતો સામે આવતા હવે કોસ વોટિંગ થવાની શકયતાઓ સેવાઇ રહી છે. જેથી કોંગ્રેસે તાત્કાલિક ખાનગી બેઠકો યોજી હતી અને તમામ બાકી રહેલા ધારાસભ્યોને પણ ગુજરાત બહાર રાજસ્થાનના જયપુર ખાતે ખસેડવામાં આવશે. તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસનાં આ ૨ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે રાજયસભાની ચૂંટણી કોંગ્રેસ કંઇ રીતે જીતશે તે એક મોટો પશ્ન બની ગયો છે. જોકે કોંગ્રેસનાં બીજા ધારાસભ્યો ક્રોસ વોટિંગના કરે તે માટે કોંગ્રેસે બાકી રહેલા ધારાસભ્યોને તાત્કાલિક ગુજરાત બહાર ખસેડવાનાં આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.