/

માઠા સમાચાર સાથે જયપુરથી કોંગ્રેસના ધારાસભ્યો આજે ગુજરાત પરત ફરશે

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આજે ચૂંટણી પંચને મળી ચૂંટણી પ્રક્રિયા યથાવત રાખવાની રજૂઆત કરશે અને 26મીએ રાજ્યસભાની ચૂંટણી યોજાય તેવા પ્રયાસ કોંગ્રેસ કરશે. રાજ્યસભાની ચૂંટણી પણ રદ થવાની શક્યતાને પગલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુરથી સાંજે પરત ફરશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા જેના પગલે કોંગ્રેસ ગુજરાતના તમામ ધારાસભ્યોને ગુજરાતથી ખસેડી જયપુર એક ખાસ રિસોર્ટમાં ખસેડવવામાં આવ્યા હતા તેવા સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના ભયને પગલે રાજ્યસભાની ચૂંટણી રદ કરવા ની ચૂંટણી પંચને રજૂઆત કરી. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપા ચૂંટણી હારતી હોવાથી કોરોનાનો ભય ફેલાવી ચૂંટણી રદ કરાવવાના પેતરા કરી રહી છે કોરોનાના નામે ચૂંટણી રદ્દ થાય અને બાદમાં અમારા ધારાસભ્યોને તોડી શકાય તેવો આક્ષેપ અમિત ચાવડાએ લગાવ્યો છે. જો તાજેતરમાં જ ચૂંટણી યોજાયતો કોંગ્રેસ ચાર બેઠક માંથી બે બેઠકો પર નિશ્ચિત રીતે જીતી શકે છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે. તેવા સમયે ગુજરાતમાં લોકડાઉન જાહેર થતા હવે ગુજરાત કોંગ્રેસ આજે પોતાના તમામ ધારાસભ્યોને પરત લાવે તેવા સમાચારો આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો પોતના મત વિસ્તારમાં જાય તો ભાજપ ફરી ધારાસભ્યોને તોડી પોતાની તરફ વાળી ક્રોસ વોટિંગ કરાવી શકે તેઓ ભય પણ કોંગ્રેસ ને છે તેથી આજે ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા, સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા  સહીતના કોંગ્રેસ આગેવાનો આજે ગુજરાત ચૂંટણી પંચને મળી રજૂઆત કરશે અને કોઈ પણ ભોગે 26 મી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રજુઆત કરશે.

ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ બાદ જયપુર જતા રહેલા કોંગ્રેસના ધારાસભ્યો આજે સાંજે પરત આવે તેવી શક્યતા છે અને રાજ્યસભાની ચૂંટણી મુલ્તવી રહેવાની આશઁકાના પગલે કોંગ્રેસના ધારાસભ્યો આજે પરત આવવા ના વાવડ મળી રહ્યા છે ગુજરાત માં આગામી 26 મી એ યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોમાં ભાજપ દ્રારા કોંગ્રેસના ધારાસભ્યો પાર દબાણ લાવી ખરીદ કરી અને તોડતા હોવાના ભયને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાતના તમામ ધારાસભ્યોને ગુજરાત બહાર ખસેડી દીધા હતા પરંતુ ભાજપે ગુજરાત કોંગ્રેસ જનતા થી ડરે  છે અને જયપુરમાં જલસા કરતા હોવાના આક્ષેપ કરી રહી છે જનતા પાસે જવાના સમયમાં ધારાસભ્યો ગુજરાત છોડી જયપુરમાં જલસા કરતા હોવાના આક્ષેપ બાદ હવે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આજે સાંજે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવા અને પોતાના મત વિસ્તારમાં લોકોની વચ્ચે રહી જનતાની સેવા માં ખેડે પગે રહેવા માટે સાંજે એક ખાસ વાહન મારફત ગુજરાત પરત આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published.