////

કોંગ્રેસના MLA કાંતિ સોઢા થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાનો કોપ વધ્યો છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા છે. આણંદના કોંગ્રેસના MLA કાંતિ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના 40 જેટલા નેતાઓ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે.

આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ અંગેની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને માહિતી આપી જણાવ્યું છે કે, આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. અમિત ચાવડાએ કાંતિ સોઢાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં હર્ષ સંઘવી, કિશોર ચૌહાણ, નિમાબેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.