પાટીદાર સમાજ એકતા અને અખંડિતતા સાથે જોડાયેલ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ચોટીલા મત વિસ્તારના ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોતાના ફેસબુક પર સમાજને કેટલાક સવાલો કરી પ્રશ્નાર્થ કર્યાછે પાટીદાર સમાજની એકતાનું પ્રતીક છે એકતા માટે કાગવડ ,ઊંજા અને અને અમદાવાદ માં મોટા મંદિરો બનાવીને સમાજને એક થવાનો સંદેશો પાઠવી રહ્યો છે ત્યારે ચોટીલાના કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોતાના જ ફેસબુક પેઈજ પર સમાજ ને કેટલાક સવાલો કર્યા છે ઋત્વીક મકવાણાએ સમાજને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ઊંજા,કાગવડ અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે છે તો આપણો સમાજ કેમ નહિ આપણે પણ સમાજ માટે કાંઈક કરી છૂટવું જો તેવા અનેક સવાલ ચોટીલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ઋત્વીક મકવાણાએ કર્યાછે

ધારાસભ્ય ઋત્વીક મકવાણાના સવાલો
1 શું આપણે કોઈપણ સમાજ ની એકતા નું અનુકરણ ના કરી શકીએ ?
2 ચામુંડા માતા આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે ?
3 ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે ?
4 આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે ?