//

નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસ તૈયાર જાણો ક્યાં નેતાએ કોંગ્રેસમાં જોડાવા કરી ઓફર

ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ધાર્મિક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એક તરફ હું એકલો છું અને બીજી તરફ બધા મારી સામે છે તેવા નિવેદન કરતા એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને આજે વિધાનસભા ગૃહમાં જયારે નીતિન પટેલ પોતાની ચર્ચા કરતા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરે નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી હતી અને કહ્યું કે તમે એકલા નથી તમે તમારા 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવ અને મુખ્યમંત્રી બનો.

વીરજી ઠુંમરના આ નિવેદનથી પ્રદિપસિંહ જાડેજા અકળાય ગયા અને તેને ઉભા થઇને જણાવ્યું હતું કે નીતિન પટેલ સાથે ભાજપના ધારાસભ્યો જ નહીં ગુજરાતની જાનતા છે તેવામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કોંગ્રેસને જવાબ આપ્યો હતો કે તમારા ધારાસભ્યો અમારામાં આવી ગયા છે તમારું ઘર પહેલા સાચવો ત્યારે વીરજી ઠુમરે ગૃહમંત્રીને વળતો જવાબ આપ્યો હતો કે તમે કેતન ઈમાનદારને કેમ મનાવ્યાએ વાતની મને ખબર છે ભાજપનું પૂરું મંત્રી મંડળ કેતન ઈમાનદારને માનવવા કામે લાગી ગયું હતું.

આજે ભાજપ અને કોંગ્રેસના વાક્યુદ્ધના કારણે વિધાનસભા ગૃહમાં ગરમાવો થયો હતો અને ભાજપ કોંગ્રેસ એકબીજા પાર આક્ષેપ બાજી કરીને એક બીજા પર દોસારોહણ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.