//

બિહારમાં નેતા બનવા માટે કોંગ્રેસના ધારાસભ્યો બાખડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ વચ્ચે બિહાર કોંગ્રેસમાં ધારાસભ્યોની બેઠકમાં વિવાદની સાથે સાથે મારામારી પણ થઇ હતી. જેમાં બેઠક વચ્ચે વિવાદ તે સમયે થયો જ્યારે ધારાસભ્ય વિજય શંકર દુબેને ચોર કહ્યા હતા.

આ અંગે મળેલી માહિતી પ્રમાણે ચૂંટણીમાં હાર પછી પાટનગર પટણામાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય સદાકત આશ્રમમાં શુક્રવારે કોંગ્રેસના નવા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ બેઠક દરમિયાન બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને ગાળા ગાળી સાથે મારામારી પણ થઇ હતી. વિધાયક દળની આ બેઠકમાં મહારાજગંજમાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય શંકર દુબે અને વિક્રમના ધારાસભ્ય સિદ્ધાર્થ વચ્ચે કોંગ્રેસ વિધાયક દળના નેતા બનવાને લઇને વિવાદ થયો હતો.

આ બેઠક દરમિયાન સિદ્ધાર્થના સમર્થકો તરફથી વિજય શંકર દુબેને ચોર કહીને બોલાવ્યા હતા જેનાથી નારાજ થઇને પક્ષો તરફથી વિવાદ થયો હતો અને મારામારી થઇ હતી. જે સમયે કોંગ્રેસની વિધાયક દળની બેઠક ચાલી રહી હતી તે સમયે છત્તીસગઢના મુખ્યપ્રદાન ભૂપેશ બઘેલ અને કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન અવિનાશ પાંડે પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.

નોંધનીય છે કે, બિહારમાં કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં વધુ સફળતા મળી નથી. મહાગઠબંધન હેઠળ કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 19 બેઠક જ જીતી શકી હતી જ્યારે ગત ચૂંટણીમાં 2015માં 27 બેઠક જીતી હતી.

Leave a Reply

Your email address will not be published.