1લી એપ્રિલથી રેશન વિતરણ વ્યવસ્થા શરૂ થઈ રહી છે જેમાં APL અને BPL કાર્ડ ધારકોને રાશન વિતરણ કરવામાં આવશે. પરંતુ APL કાર્ડ ધારકો પાસેથી અમક રકમ લઈ રાશન વિતરણ કરાશે. આ પરિસ્થિતિને ધયાનમાં લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભલામણ કરવામાં આવી છે. લોકડાઉનના કારણે રાજ્યના લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે જ્યારે સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ લોકડાઉનની પરિસ્થિતિના કારણે APL કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવે તેવી અમિત ચાવડા દ્વ્રારા રજુઆત કરાઈ છે. ધંધો રોજગાર ઠપ હોવાના કારણે APL કાર્ડ ધારકેને પણ અસર થયો છે.. જેથી તેમને પણ વિનામૂલ્યે રાશન આપવામાં આવે તેવી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વ્રારા અપીલ કરાઈ છે.. ઉલ્લેખનીય છે કે લોકડાઉનને હજી ઘણાં દિવસો બાકી છે તેવા સંજોગોમાં સામાન્ય પરિવારોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યો છે
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા
કોંગ્રેસ પ્રમુખે APL કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન વિતરણ કરવાની કરી અપીલ
