/

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને આપ્યો આદેશ

કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વ્રારા તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને પોતાના ક્ષેત્રમાં વહેલી તકે રાહત કાર્ય શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશવ્યાપી લોકડાઉનના પગલે ભારત અનેક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું છે.. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વ્રારા તમામ કોંગી કાર્યકર્તાઓને વહેલી તકે રાહત કામગીરીનો નિર્દેશ આપવામાં આવ્યો છે સાથેજ કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યો, લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને મળતી ગ્રાન્ટ પણ રાહત ફંડમાં આપવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના લોકડાઉનને સમર્થન આપ્યું હતું અને પીએમ મોદીને સંબંધન પત્ર પણ લખ્યો હતો.

સાનિયા ગાંધીએ કેન્દ્રને 6 મહિના માટે તમામ ઈએમઆઈને ટાળવા પર વિચાર કરવા અને બેંકો દ્વારા લેવામાં આવતા વ્યાજને માફ કરવા અપીલ કરી હતી. લોકડાઉનની પરિસ્થિતિના કારણે દેશમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે જેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વ્રારા તમામ સ્લમ વિસ્તારો અને કોંગ્રેસ કાર્યકર્તાઓના ક્ષેત્રમાં વહેલી તકે ફુડ પેકેટ્સ કીટ અને તમામ જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેઓએ ઉચ્ચ સ્તરના કોંગી નેતાઓથી લઈને તમામ કાર્યકર્તાઓને આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.