/

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સંવિધાન બચાવો : ધરણા અને પદયાત્રા કરી સરકારને ઘેરશે

આવતીકાલે શહેરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રર્દશન કરી દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બીજેપી સરકાર સામે કોંગ્રેસ દેખાવો કરી રહી છે. જેમાં આવતીકાલે ફરીવાર શહેરમાં પ્રદેશ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરવાનું આયોજન કર્યુ છે.

આ વિરોધ પ્રદશન અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે યોજવામાં આવ્યુ છે. જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકતાઓ સાથે સંવિધાન બચાવોના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરશે.

અમદાવાદનાં સારંગપુર સર્કલ પાસે ૧૦ઃ૩૦ વાગ્યે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે સંવિધાન બચાવોના નારા લગાવી ધરણા વિરોધ પ્રદર્શન અને પદયાત્રા યોજવામાં આવશે.  જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે મોટા નેતાઓ હાજર રહેશે. 

Leave a Reply

Your email address will not be published.