//

રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાતઉજાગરા

રાજ્યસભાની 2 બેઠકો જીતવા કોંગ્રેસે દિવસરાત એક કર્યા છે ધારાસભ્યો ન તૂટે એ માટે કોંગ્રેસના નેતાઓ રાતઉજાગરા કરી રહ્યા છે ગત મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યો સાથે બેઠક કરી બોર્ડર લાઈન પર રહેલા 9 જેટલા ધારાસભ્યો સાથે બેઠક કરી કોંગ્રેસના ધારાસભ્યો સાથે વાટાઘાટો કરી હતી. વિવિધ સમાજના 2- 3 ધારાસભ્યો સાથે બેઠક કરી ક્રોસ વોટિંગ ન થાય

તેને લઇ સમજાવટ કરાઈ હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક MLA સાથે બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સહપ્રભારી જીતેન્દ્ર બઘેલે પણ ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી. મહત્વની વાત છે કે ભાજપે ત્રણ ઉમેદવાર ઉભા રાખતા કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે અને કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તેને લઇ કોંગ્રેસના નેતાઓ મોડી રાત સુધી બેઠકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.