////

Farmer Protest : કોંગ્રેસની રેલીને ના મળી મંજૂરી, નવી દિલ્હી વિસ્તારમાં 144 કલમ લાગુ

નવી કૃષિ કાયદાના વિરૂદ્ધ આંદોલન કરી રેહલા ખેડૂતોએ દિલ્હીના રસ્તાઓ પર પાછલા એક મહિનાથી હાડ થીજવતી ઠંડીમાં ડેરા નાખ્યા છે. ત્યારે સરકાર તરફથી આપવામાં આવેલા સંશોધન પ્રસ્તાવને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, આ સંશોધન પ્રસ્તાવ સરકાર દ્વારા અગાઉ આપવામાં આવ્યો હતો, તેની કોપી છે. જેથી અમે આને પહેલા જ ફગાવી ચૂક્યા છીએ. પરંતુ સરકાર અમને બદનામ કરવા માટે એકનો એક પ્રસ્તાવ રજૂ કરી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે, સરકાર કોઈ જ શરત વગર વાતચીત માટે ટેબલ પર આવે. ખેડૂતો તરફથી હાલમાં પણ ત્રણેય કાયદાઓને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આજે ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ રેલી નિકાળવા જઈ રહી છે.

જોકે, કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે નિકાળવામાં આવનાર રેલીને મંજૂરી આપવામાં આવી નથી. રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ ભવન જવાની પરવાનગી આપી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે એટલે કે ગાંધીને રોડ પર ઉતરવાથી રોકવા માટે રેલીને મંજૂરી આપી નથી. ખેડૂતો સાથે સિધો સંવાદ રોકવા સરકાર તરફથી રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓને રાષ્ટ્રપતિ કોવિંદને મળવાની પરવાનગી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રપતિ ભવન પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે,ભારતના ખેડૂત આવી ત્રાસદીથી બચવા માટે કૃષિ-વિરોધી કાનૂન વિરોધ આંદોલન કરી રહ્યાં છે, આ સત્યાગ્રહમાં આપણે બધાને દેશના અન્નદાતાનો સાથ આપવો પડશે. જોકે, રાહુલ ગાંધીએ પોતાની રેલીને લઈને કંઈ ખુલાસો કર્યો નથી.

નોંધનીય છે કે, ખેડૂતો દ્વારા આજે એક વખત ફરીથી પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવશે. ખેડૂત નેતા બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફ્રન્સ કરશે, જેમાં આંદોલનના કારણે બતાવશે. ખેડૂત મોરચા તરફથી પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર વેબિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકાય.

Leave a Reply

Your email address will not be published.