/////

કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ સાથે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

કોંગ્રેસે આજે રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે. ધારાસભ્ય સોમા પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સોદાબાજીનું રાજકારણ છતુ પડ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આજે રવિવારે પ્રચારનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પક્ષપલટાનું અને ચૂંટણી જીતવા પૈસા આપી ધારાસભ્યો અને ખરીદવાનું રાજકારણ છતુ પડ્યું છે.

પક્ષપલટાને લઈને કોંગ્રેસનો મોટો ખુલાસો સામે આવ્યો છે. કોંગ્રેસે ભાજપ દ્વારા થયેલી સોદાબાજીનો વીડિયો જાહેર કર્યો છે. કોંગ્રેસના સભ્યોને પૈસા અને પદની લાલચ આપીને ખરીદાયા હોવાનું અમિત ચાવડાએ કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ વીડિયો મારફતે કરોડો રૂપિયા આપ્યા તેનો ખુલાસો થયો છે.

વીડિયોમાં સોમા પટેલ ભાજપ સાથે ડીલ કરી રહ્યા છે. CM અને અમિત શાહે કેટલાકને પૈસા તો કેટલાકને સત્તાની લાલચ આપી ખરીદ્યા છે. રાજીનામા આપવા માટે નાણાંના વ્યવહાર મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. પૈસા આપી ભાજપે ધારાસભ્યોને રાજીનામા અપાવ્યા છે. એટલું જ માત્ર નહીં રૂપાણી, પાટીલ અને અમિત શાહના નામનો વીડિયોમાં ઉલ્લેખ છે.

વીડિયોમાં જેમના નામનો ઉલ્લેખ છે તેમની સામે તપાસ કરવાની કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી તપાસ થાય તેવી માગ કરી છે. ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલે ચૂંટણી આવી અને કોરોનાકાળમાં ચૂંટણી ભાજપના કારણે યોજાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.