///

અમિત શાહે ગુપકાર ગેંગ પર કરેલા પ્રહાર બાદ કોંગ્રેસનો વળતો જવાબ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુપકાર ગેંગ પર પ્રહાર કર્યા હતા. સાથે જ ગુપકાર ગઠબંધન પર કોંગ્રેસના સમર્થન પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમિત શાહે ટ્વીટ કર્યુ હતું કે, ગુપકાર ગેન્ગ ભારતના તિરંગાનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલ ગુપકાર ગેંગના આવા પગલાનું સમર્થન કરે છે? તેમણે દેશની જનતા સામે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવુ જોઇએ. તો અમિત શાહના પ્રહાર બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગે ખુલાસો કર્યો છે અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અવાર નવાર જૂઠ બોલવુ, કપટ ફેલાવવુ અને નવી ભ્રમજાળ ઘડવી મોદી સરકારની ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો છે. શરમની વાત તો એ છે કે, દેશના ગૃહપ્રધાન અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષાની પોતાની જવાબદારીને કિનારા પર ખસેડીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર ખોટી, ભ્રામક નિવેદન કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતની ધરતી પરથી ચીનને પરત ખસેડવા તથા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી નીભાવવાની જગ્યાએ ખોટા નિવેદન જ અમિત શાહ અને મોદી સરકારના પ્રધાનઓનો દરરોજનો વ્યવહાર બની ગયો છે.

કોંગ્રેસના મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પીપલ્સ એસોસિએશન ફોર ગુપકાર ડિકલેરેશનનો ભાગ નથી.

Leave a Reply

Your email address will not be published.