//

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ રાહુલ – પ્રિયંકા પહોંચ્યા હોસ્પિટલ

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર આવ્યા છે. સોનિયા ગાંધીની તબિયત લથડતાતેમને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને ચેકઅપ માટે હૉસ્પિટલમાંલાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા છે જ્યાં તેમની તપાસ થઈ રહી છે. સોનિયા સાથે દીકરા રાહુલ અને દીકરી પ્રિયંકા ગાંધી પણ હૉસ્પિટલમાં હોવાનુંજાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની તબિયત ગઈકાલથી જ નાદુરસ્ત હતી. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સંસદનાબજેટ સત્રમાં પણ ઉપસ્થિત નહોતા રહ્યા. હૉસ્પિટલમાં ડૉક્ટર તેમનું ચેકઅપ કરી રહ્યા છે. જોકે, આ મામલે હજુ સુધીહૉસ્પિટલ સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના સ્વાસ્થ્ય વિશેનીવિગતવાર માહિતી હજી ઉપલબ્ધ નથી. ન્યુઝ એજન્સી એએનઆઈએ આ અંગે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.